Monday 29 December 2014

જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫, બિન સચિવાયલય કારકુન ની જગ્યાના ઉમેદવારો માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બિન સચિવાલય કારકુન, વર્ગ-૩, ભરતી માટે જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫ ને અનુલક્ષીને તા.૨૧.૧૨.૨૦૧૪ ના રોજ ભાગ-૧ ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવેલ. ભાગ-૧ ની લેખિત પરીક્ષાના પરિણામને આધારે, કુલ ખાલી જગ્યા ૨,૪૪૭ ના પાંચ ગણા જેટલા ઉમેદવારોને ભાગ-ર, ની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ( કાર્યક્ષમતા ) કસોટી માટે બોલાવવામાં આવશે. જેમાં ગુજરાતી/અંગ્રેજી ટાઇપીંગ ટેસ્ટ સમાવિષ્ઠ છે. ટાઇપીંગ ટેસ્ટ અંગેની સૂચનાઓ (૧) બિન સચિવાલય કારકુન, વર્ગ-૩, ભરતી માટે જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫ ને અનુલક્ષીને તા.૨૧.૧૨.૨૦૧૪ ના રોજ ભાગ-૧ ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવેલ. ભાગ-૧ ની સદર લેખિત પરીક્ષાનું પરીણામ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે. પરીણામ બહાર પડ્યેથી, ભાગ-૧ ની લેખિત પરીક્ષાના પરિણામને આધારે, કુલ ખાલી જગ્યા ૨૪૪૭ ના પાંચ ગણા જેટલા ઉમેદવારોને ભાગ-ર, ની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ( કાર્યક્ષમતા ) કસોટી માટે બોલાવવામાં આવશે. જેનો અભ્યાસક્રમ નીચે મુજબ છે. (ખ) ભાગ-ર: કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કોમ્પ્યુટર કાર્યક્ષમતા) કસોટી : પેપરઃર, ગુણઃ૧૦૦, સમયઃ ૧ કલાક ૩૦ મીનીટ. ૧ ગુજરાતી ટાઇપીંગ કસોટી ૨૦ ગુણ ૨ અંગ્રેજી ટાઇપીંગ કસોટી ર૦ ગુણ ૩ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેકટીકલ કસોટી. ૬૦ ગુણ નોંધ: (૧) ઉપર ૩(ત્રણ્) માં દર્શાવેલ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટીકલ કસોટીનો અભ્યાસક્રમ એપેન્ડીક્ષ "F" **મુજબનો રહેશે. (૨) ટાઇપીંગની ઝડપ, ચોકસાઇ સાથે કલાકના ૫૦૦૦ કી.ડીપ્રેશન્સ (key depressions) થી ઓછી નહીં, તેટલી હોવી જોઇશે. (ગ) લઘુત્તમ લાયકી ધોરણ: મેરીટ યાદી તૈયાર કરવા માટેનું લાયકી ધોરણ મંડળ ઠરાવશે. પરંતુ પરીક્ષા નિયમોની જોગવાઇ મુજબ, કોઇપણ સંજોગોમાં અનામત કેટેગરી સહિતની તમામ કેટેગરીના ઉમેદવારો માટે લધુત્તમ લાયકી ધોરણ, દરેક કસોટી માટે કુલ ગુણના ૪૦ % ગુણ રહેશે. ભાગ-૧ ની લેખિત કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી માટે બોલાવવામાં આવશે. (ઘ) (૧) કારકુનની જગ્યા માટેની મેરીટ યાદી ભાગ ૧ : લેખિત કસોટી : ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) પ્રશ્ન૫ત્ર તથા ભાગ-ર: કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કોમ્પ્યુટર કાર્યક્ષમતા) કસોટી, બંનેમાં મેળવેલ સંયુક્ત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. (૨) આ જાહેરાત હેઠળની જગ્યા માટે મૌખીક કસોટી (ઇન્ટરવ્યુ) લેવામાં આવશે નહીં. ** જાહેરાત ક્રમાંક ૩૮/૨૦૧૫ નો ફકરો ૯ પસંદગી પ્રક્રીયા દર્શાવે છે. કોમ્પ્યુટર પ્રેક્ટીકલ કસોટીનો અભ્યાસક્રમ એપેન્ડીક્ષ "F" અને સમગ્ર જાહેરાત જોવા માટે આ લીન્ક પર જવા વિનંતી અહીં ક્લિક કરો (૨) ગુજરાતી ટાઇપીંગ ટેસ્ટ તથા અંગ્રેજી ટાઇપીંગ ટેસ્ટ મંડળ દ્વારા કોમ્પ્યુટર ઉપર યોજવામાં આવશે. (૩) રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના તા.૨૨/૮/૨૦૦૮ના ઠરાવ ક્રમાંકઃ જીયુજે/૨૦૦૬/૧૧૭૯/ આઇટી ની સૂચનાઓથી સરકારશ્રીએ Ms Office 2003 Indic અને Ms Office 2007 Indic વર્ઝનને ગુજરાતી ભાષાના કોમન સોફ્ટવેર તરીકે સરકારે અધિકૃત સોફ્ટવેર ગણેલ છે. રાજ્ય સરકારની આ નીતિને અનુલક્ષીને કારકુન કમ ટાઇપીસ્ટ (ગુજરાતી) અને ટાઇપીસ્ટ (ગુજરાતી) ના ઉમેદવારોનો ગુજરાતી ટાઇપીંગ ટેસ્ટ આ સોફ્ટવેર (Indic IME)મારફત લેવામાં આવશે (૪) સદર Indic IME સોફ્ટવેર ફ્રી સોફ્ટવેર છે. ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી આ સોફ્ટવેર સહેલાઇથી ડાઉનલોડ કરી શકાશે. ઉદાહરણરૂપે તેવી એક લીન્ક નીચે છે જેનો પણ ઉપયોગ કરી શકાય. http://www.bhashaindia.com/gujarati/ Pages/home.aspx (૫) સદર Indic IME ફ્રી સોફ્ટવેરને કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા માટે બે મિનિટ જેટલો જ સમય લાગે છે. આ સોફ્ટવેર અંગેની વધુ વિગતો ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી સરળતાથી મળી શકે તેમ છે. અથવા તો નીચેની લીન્ક પરથી પણ વિગતો ઉપલબ્ધ થઇ શકશે. http://www.bhashaindia.com/ SiteCollectionDocuments/Downloads/ IME/Indic3/helpfiles/Gujarati%20Indic %20Input%203-User%20Guide.pdf (૬) આ સોફ્ટવેરમાં નીચે મુજબનાં આઠ(૮) કી- બોર્ડ ઉપલબ્ધ છે. 1. Gujarati Transliteration 2. Gujarati Typewriter 3. Gujarati Typewriter(G) 4. Gujarati Inscript 5. Gujarati Indica 6. Remigntan Indica 7. Special Characters. 8. Gujarati Terafont 1. જેઓ બ-ક-મ-ન દ્વારા પધ્ધતિસર ટાઇપીંગ શીખીને ટાઇપ કરતાં હોય તેમના માટેનું કી-બોર્ડ, 2. જેઓ ગુજરાતી શબ્દોના ઉચ્ચાર પ્રમાણે અંગ્રેજીના સ્પેલીંગ બનાવીને અંગ્રેજી કી-બોર્ડ (a s d f g…) મારફત ગુજરાતી ટાઇપીંગ કરતા હોય તેમના માટેનુ; કી-બોર્ડ, 3. ડીઓઇ તરીકે ઓળખાતા ગુજરાતી ભાષાના એક અલગ કી બોર્ડ મારફત ટાઇપીંગ કરતા હોય તેમના માટેનું કી-બોર્ડ 4. અગાઉ ગુજરાતી ટાઇપીંગ માટે “Gujarati Indica” (ગુજરાતી ઇન્ડીકા) ના નામે વેચાતા સોફ્ટવેર મારફત ટાઇપીંગ કરતાં શીખ્યા હોય તેવાઓ માટેનું Gujarati Indica કી-બોર્ઙ 5. જેઓ Gujarati Terafont ના True Type ના Font ના કી- બોર્ડથી ગુજરાતી ટાઇપીંગ કરતાં હોય તેમના માટેનું કી-બોર્ઙ 6. અને બીજા ત્રણ પ્રકારના કી-બોર્ડ સહીત કુલ આઠ પ્રકારના કી-બોર્ડ આ સોફ્ટવેરમાં ઉપલબ્ધ છે. વધુ અને સંપૂર્ણ વિગતો ઉપર (૫) અને (૬) માં દર્શાવેલ લીન્ક પરથી મળી શકશે. આથી ગુજરાતી ટાઇપીંગ સોફ્ટવેર મારફત ગુજરાતી ટાઇપીંગની પ્રેકટીસ કરવા ઉમેદવારોને જણાવવામાં આવશે. (૭) ગુજરાતી ટાઇપીંગ ટેસ્ટ Indic IME સોફ્ટવેર મારફત મંડળ યોજશે ત્યારે, કી- બોર્ડ પર અંગ્રેજી અક્ષરો અંકીત થયેલા હશે. પરંતુ, Gujarati Remington Indica Typewriter ના ગુજરાતી ભાષાના બ-ક-મ-ા-ન- ના કી- બોર્ડનો નકશો દર્શાવતી કાગળ ઉપરની પ્રીન્ટ નકલ ઉમેદવારોને પૂરી પાડવામાં આવશે. ડાઉનલોડ્સ (૧) Ms Office 2003 Indic અને Ms Office 2007 Indic વર્ઝનને ગુજરાતી ભાષાના કોમન સોફ્ટવેર તરીકે સરકારે અધિકૃતતા આપતો રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગનો તા.૨૨/૮/૨૦૦૮નો ઠરાવ ક્રમાંકઃ જીયુજે/૨૦૦૬/૧૧૭૯/ આઇટી અહીં ક્લિક કરો (૨) Indic IME ફ્રી સોફ્ટવેરને કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા માટેની માર્ગદર્શિકા અહીં ક્લિક કરો (૩) ગુજરાતી ટાઇપીંગ ટેસ્ટ Indic IME સોફ્ટવેર મારફત મંડળ યોજશે ત્યારે, કી- બોર્ડ પર અંગ્રેજી અક્ષરો અંકીત થયેલા હશ.

No comments:

Post a Comment

ક્રિયાત્મક સંશોધન

અહીં ક્લિક કરો