A Child without education, is like a bird without wings

we help you please .......

Saturday, 23 September 2017

*👨🏼‍✈ફિલ્ડ માર્શલ એટલે શું?👨🏼‍✈* 💭➖ફિલ્ડ માર્શલ એ *ભારતીય લશ્કરનો સર્વોચ્ચ હોદ્દો* છે. 💭➖એ હોદ્દો ધરાવતા લશ્કરી અધિકારીના પોશાક પર *'પાંચ-સિતારા (ફાઈવ-સ્ટાર)'* લાગેલા હોય છે. 💭➖ફિલ્ડ માર્શલનો હોદ્દો ધરાવતા અધિકારી *આજીવન નિવૃત્ત નથી* થતા, તેમની નોકરી ચાલુ જ ગણાય છે. 💭➖ફિલ્ડ માર્શલ એ *ભૂમિદળ માટેનો હોદ્દો* છે. અર્જનસિંહ *એરફોર્સમાં* હતા, પરંતુ તેમનું અસાધારણ પ્રદાન જોતા તેમનેય *ફાઈવ સ્ટાર રેન્ક* એનાયત થઈ હતી. 💭➖એ પછી તેઓ *'માર્શલ ઓફ એર ફોર્સ'* તરીકે ઓળખાતા હતા. ફાઈવ સ્ટાર રેન્ક એ માનદ્ સન્માન છે. 💭➖એ રેન્ક ધરાવતા અધિકારીએ લશ્કરની *રોજિંદી કામગીરમાં ભાગ લેવાનો હોતો નથી કે યુદ્ધ લડવા* જવાનું હોતું નથી. 💭➖નૌકાદળમાં કોઈ અધિકારીને ફાઈવ સ્ટાર રેન્ક મળે તો પછી એ *'એડમિરલ ઓફ ધ ફ્લીટ'* તરીકે ઓળખાય. ભારતમાં હજુ સુધી કોઈને એ પદ હાંસલ થયું નથી. 💭➖ ફિલ્ડ માર્શલ જાહેર થયેલા અધિકારીએ અધિકારીની *સલામી ઝીલવા માટે સેલ્યુટ કરવાની હોતી નથી,* પણ તેમને અપાતી ખાસ પ્રકારની *'બેટન (મોભાદાર લાકડી)'* ઊંચી કરવાની હોય છે. *➖ સમયાંતર કોલમ(ગુજરાત સમાચાર)* 💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭

0 comments:

Post a Comment